કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે?
જન્મતાં ની સાથે જ જેને પોતાની માતાનું સુખ ત્યાગ્યું છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે?
બાળપણ ની ઉમરે જેણે પોતાની કર્મભૂમિ છોડી છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલુ છે?
જેણે પ્રેમ કર્યો એ રાધા થી જે દૂર રહ્યો છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?
મહાભારત ના યુદ્ધ નો ભાર જેના ખબા પર છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?
ગાંધારી નું શ્રાપ જેણે સહેલાઈથી સ્વીકાર્યું છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?
પોતાનાજ કુળ નો નાશ થતાં જેણે જોયો છે,
કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું છે?
ધર્મ માટે જેણે અર્પણ કરી આખીય ઝીંદગી પોતાની..
એવું વ્યક્તિ બનવું ક્યાં સહેલું છે, કૃષ્ણ બનવું ક્યાં સહેલું છે?