ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે
આ કવિતા છે મારા કાનુડા પર જે ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે,
આખુ જગ જેની મોરલી ના સૂર નો દીવાનો છે,
એ કાનુડો દીવાનો છે રાધા ના પ્રેમ નો..
દરેક ભાર થી જેને લોકોને મુક્ત કર્યા છે,
એ કાનુડો જીવે છે રાધા ના વિરહ નો ભાર લઈને..
દર્શન માત્ર થી જેના માણસ વૈકુંઠ પામે છે,
એ કાનુડો તરસે છે એના મિત્ર ના દર્શન ને..
આખો ગોવર્ધન પર્વત જેને ઉપાડ્યો છે,
એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળના વિનાશ ને..
મહાભારત મા જેને સમય ને રોકી ને રાખ્યો છે,
એ કાનુડો ના રોકી શક્યો પોતાની મૃત્યુ ને..
વિષ્ણુ નો અવતાર થઈને જેને જન્મ લીધો છે ,
એ કાનુડો જવી ગયો આ સંસાર મા માણસ થઈ ને